સાંતલપુરમાં અસ્થિર મગજના યુવકનું ટ્રેનની અડફેટે આવી જતાં નિપજ્યું કરુણ મોત
પાટણ જિલ્લામાં અવાર નવાર ટ્રેનની અડફેટે આવી જવાના બનાવ બનતા હોય છે. ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુરના દહીંગામડા ગામનો એક ઈસમ ગામ પાસેથી પસાર થતી ટ્રેનમાં આવી જતા ઘટના સ્થળે મોત થયું હતું.
સાંતલપુર તાલુકાના દહીંગામડા ગામનો માનસિક અસ્વસ્થ ઠાકોર માધા ગજાભાઈ (ઉ.વ. 48) ફરતો ફરતો દહીંગામડા ગામના જ ફાટક નજીક પહોંચી ગયો હતો. સવારે સાડા આઠ વાગ્યાના સમયગાળા દરમ્યાન બરેલીથી ભુજ તરફ જઈ રહેલ એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનની અડફેટે આવી જતા કપાયો હતો.
જેના પગલે ઘટના સ્થળે જ વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશને વારાહી રેલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી બાદ લાશને વાલીવારસોને સોંપવામાં આવી હતી. યુવકનું ટ્રેનની અડફેટે મોત થતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
- પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા આદેશ
- પાટણનાં ડેર પાસે કારે ટક્કર મારતાં બાઇક પર સવાર માતા-પુત્રનાં મોત,પતિ ઘાયલ
- ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માઇભક્તો
- કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ ના પડઘા ગુજરાતમાં પડ્યા, હડતાળ પર ઉતર્યા તબીબો
- પાટણ શહેરમાં ડેન્ગ્યુના કેસ નોંધાતા દોડધામ