સમી તાલુકાના બાબરી ગામના ઠાકોર પરમાભાઈએ અપનાવી પ્રાકૃતિક ખેતી
પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના લીધે ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે.
આપણે વાત કરીએ પાટણ જિલ્લાના એવા ખેડૂત જેઓ પોતાના ખેતરમાં રાસાયણિક ખેતી કરતા હતા પરંતુ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશે આપવામાં આવેલા મહત્વને લીધે તેઓને પણ પ્રાકૃતિક ખેતી કરવામાં રસ પડ્યો અને હાલમા તેઓ પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છીએ. ઠાકોર પરમાભાઈ એ જણાવ્યું હતું કે પોતાના પરિવાર માટે, ગામ માટે , જમીન માટે હવે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો શ્રેષ્ઠ સમય છે, હું મારા પરિવારને પોષ્ટિક ખોરાક મળી રહે તે માટે હવે પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છુ.
પાટણ જિલ્લામાંથી ઘણા બધા ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતો તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટેની પેઢી બનાવવાનું ઉત્તમ કામ કરી રહ્યા છે.
-
રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી નો સામનો કરવા મજબુર બન્યા હતા.
-
લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
Science Center Patan : પાટણની નવી ઓળખ અને પર્યટન સ્થળ તરીકે દેશભરના પ્રવાસીઓને આકર્ષી રહેલું ચોરમાર પૂરા, પાટણ ખાતેનું સાયન્સ
-
હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
પાટણ જિલ્લાના હારિજ ખાતે ઠેર ઠેર ભારે ગંદકીને લઇ અમૃતપુરા વિસ્તારમાં ડેન્ગ્યુનો પગ પેસારો થયો છે. હારીજ શહેરમાં ભૂગર્ભ ગટરના