ગુજરાત

થાર ગાડીનો આગળનો ભાગ ભૂવામાં ખાબક્યો

Rate this post

પાલનપુરના હાઈવે નજીક થાર ગાડી ભૂવામાં ખાબકી હતી. જેને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા, પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ રોડ પર ભૂવો પડ્યો હતો. જેથી તેમાં એક ગાડી ખાબકી હતી. બીજી તરફ સામાન્ય વરસાદમાં જ ભૂવો પડતા નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે.

પાલનપુર હાઇવે પર થાર ગાડી પસાર થતી હતી. ત્યારે ગાડીના આગળના ભાગનું ટાયર રોડ પર પડેલા ભૂવામાં ફસાઈ ગયુ હતું. ચાલુ કારમાં આવી ઘટનાથી ગાડીમાં સવાર ચાલકનો જીવ પણ તાળવે ચોટ્યો હતો. આગળનું ટાયર ભુવામાં ઉતરી જતા પાછળથી ગાડીનો ભાગ ઉંચો થઈ ગયો હતો. બનાવના પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે આવી ગાડીને ખાડામાંથી બહાર નીકળવાના પ્રયત્નો કર્યો હતો. ગાડીને બહાર નીકળ્યા બાદ જોયું તો ભુવો લગભગ 6 થી 7 ફૂટ ઊંડો હતો. સદનસીબે આગળનું એક ભાગનું ટાયર જ ભુવામાં ખાબકતાં મોટી જાનહાની થતા ટળી હતી. પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદમાં જ ભૂવો પડી જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *