30 જેટલી બહેનોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી
પાટણ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની મુહિમ ચાલી રહી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ક્લસ્ટર દીઠ તાલીમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે પાટણના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે સખી મંડળની બહેનો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જિલ્લામાં હાલમાં ખેડૂત ઉપરાંત સખી મંડળોની બહેનોને પણ પ્રાકૃતિક ખેતી વિષય પર તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે પાટણ ખેડૂત તાલીમ કેન્દ્ર પર સખી મંડળોની બહેનોને તાલીમ આપવામાં આવી હતી. જેમાં તાલુકાની કુલ 30 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. બહેનોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે માહિતગાર કર્યા હતા. તેમજ જીવામૃત વિશે માહિતી આપી પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનું મહત્વ અને તેને કેવી રીતે બનાવવામાં આવે છે, તેનો ખેતીમાં ઉપયોગ કેવી રીતે કરવો વગેરે અંગે માહિતી આપવામાં આવી હતી.